માણાવદરમાં વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ માણાવદર દ્વારા શિયાળાની ઋતુને લઈને પ્રજાજનો રોગમુક્ત તેમજ ભયમુક્ત રહે તે માટે વિનામૂલ્યે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરેલ છે. જેમાં દરરોજ સવારે સાત થી આઠ દરમિયાન પોલીસ ચોકી પાસે ચોકમાં સેવાભાવી સભ્યો દ્વારા પ્રજાજનોને ઉકાળો આપવામાં આવે છે. આ ઉકાળો તા. ૧-૧૨ થી ૩૧-૧૨ સુધી આપવામાં આવશે બહોળી સંખ્યામાં લાભ લેવા જલારામ ચેરીટેબલ ટ્રસ્ટે અનુરોધ કર્યો છે.
તસવીર અહેવાલ
જીજ્ઞેશ પટેલ માણાવદર