Gujarat

છોટાઉદેપુર નગરના ગોકુલધામ સોસાયટી ખાતે સ્વર્ગસ્થ ડોક્ટર કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ ગરીબ લોકોને કરવામાં આવ્યું હતું, લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા

છોટાઉદેપુર નગરમાં ઝુપડ પટ્ટીમાં રહેતા ગરીબ લોકો માટે વરસાદમાં રક્ષણ માટે સ્વર્ગસ્થ કનુભાઈ શાહના પરિવાર દ્વારા 700 થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ કાર્યક્રમ છોટાઉદેપુરના ગોકુલધામ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની અંદર છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્ય મંત્રી અને પૂર્વ રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા, તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ગરીબ લોકોને વરસાદમાં રક્ષણ મળે તે માટે 700થી વધુ તાડપટ્ટી અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું.