દવા સાથે પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય બની રહે છે. તે હેતુથી ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણે કાર્યક્રમ માં ઉપસ્થિત ટીબી રોગના દર્દીઓને ટીબી રોગ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી.

આ પ્રસંગે જિલ્લા રક્તપિત્ત અધિકારી ડો હીરેન ગોહિલ,જિલ્લા તાલીમ કેન્દ્ર નાં સિનિયર મેડિકલ ઓફિસર ડો આશિષ બારીયા , દિપક ફાઉન્ડેશન વડોદરા નાં પ્રોજેક્ટ ઓફીસર આકાંક્ષાબેન સિંહ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના વાલસિંગભાઈ રાઠવા તેમજ પરેશભાઈ વૈદ્ય અને મનહરભાઈ વણકર સહિત ટીબી રોગની સારવાર લઈ રહેલા અને પૌષ્ટિક આહાર કીટના લાભાર્થી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

