Gujarat

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને મિઠાઈ ફૂડ પેકેટ વિતરણ

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાત મંદ પરિવારોને મિઠાઈ ફૂડ પેકેટ વિતરણ

વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા જન્માષ્ટમીના ત્યૌહારોને અનુલક્ષી શહેરના સ્લમ વિસ્તારનાં રહીશો, એવાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને કૃષ્ણ જન્મના વધામણાના ભાવ સાથે મિઠાઈ ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવેલ.
ત્યારબાદ સમિતિના સભ્યોએ સતાધાર વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ ત્યાંના વૃદ્ધ માતા-પિતાઓ સાથે આનંદની પળો વિતાવેલ. ફૂડ પેકેટ વિતરણ વેળાએ ઉપસ્થિત ગણપતિ ઉત્સવ સમિતિના પ્રમુખ સુરેશભાઈ સાદરાણી, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, સુધીરભાઈ વખારીયા, ધર્મેન્દ્રભાઈ વિરાણી, તથા શુભમ મોરજરીયા ઉપસ્થિત રહી આ સ્તુત્ય કાર્યના સહભાગી બનેલ.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240827-WA0075.jpg