જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને સંચારી રોગ અટકાયત જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની સમીક્ષા બેઠક જિલ્લા સેવાસદન કચેરીના સંકલન હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા કલેકટર અનિલ ધામેલીયાએ શહેરી વિસ્તારોમાં પાણી જન્ય રોગ પર સમીક્ષા કરતા જણાવ્યું હતુ કે શહેરમાં પીવાના પાણી પર ખાસ ધ્યાન રાખવામાં આવે. શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આઈસ ફેક્ટરીમાં પાણીના કલોરીનેશન ચકાસણી કરવામાં આવે. અર્બન વિસ્તારમાં ફૂડ સેમ્પલની ચકાસણી કરી અખાદ્ય પદાર્થોનો નાશની કામગીરી કરવામાં આવે.તેમણે વધુમાં સંચારી રોગના સર્વેલન્સ, સિકલસેલ એનીમિયા કંટ્રોલ પ્રોગ્રામ, રોગચાળા નિયંત્રણ, પુર અતિવૃષ્ટિ અંગેનો નગર પાલિકા વિસ્તારનો એક્શન પ્લાન, આરોગ્ય શિક્ષણ અંગે આયોજન અને અમલીકરણ, જાહેર સ્વચ્છતાની જાળવણી, પ્રચાર માધ્યમો, શૈક્ષણિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ વગેરે દ્વારા સ્વચ્છતા અને જાહેર આરોગ્ય વિષે જાગૃતિ લઇ આઈઈસી પ્રવૃત્તિ, જિલ્લાના શહેરી વિસ્તારોમાં પાણી જન્ય રોગ જેવા એજન્ડાઓ પર સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કલેક્ટર અને ડીડીઓ દ્વારા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારી અને સીએચસી – પીએચસીના કર્મચારીઓ સાથે સંકલન સમિતિનાં સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

