બોટાદમાં જિલ્લા કક્ષાની કરાટે ચેમ્પિયનશિપ યોજાય
૧૦/૦૩/૨૦૨૪ ના રોજ રવિવારે જ્ઞાનમંદિર સ્કૂલ માં સ્પોર્ટ્સ કરાટે એસોસિયન બોટાદ દ્વારા બોટાદ જિલ્લા લેવલ કરાટે સ્પર્ધા યોજાઈ
જેમાં બહોળી સંખ્યામાં બાળકો એ ખૂબ ઉત્સાહ થી ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ કરાટે એસોસીએશન બોટાદ ના પ્રમુખ અને ત્રણ ડિગ્રી બ્લેક બેલ્ટ સેનસાઈ રાઠોડ લાલજીભાઇ સાહેબ એ જણાવ્યા મુજબ એક દિવસમાં બે સ્પર્ધા સ્પર્ધા યોજાઇ. કાતા અને કુમિતે (ફાઇટ).
જેમાં અલગ અલગ વજન અને ઉંમર શ્રેણીમાં બેઉ રમત ના વિજેતા ખેલાડી ને મેડલ આપી સન્માનિત કર્યા. એની ઉપરાંત બેસ્ટ ગર્લ પ્લેયર અને બેસ્ટ બોય પ્લેયર ને ટ્રોફી એવોર્ડ આપી જે બંને રમતમાં પ્રથમ નંબરે આવ્યા ડબલ ગોલ્ડ મેડલ મેળવ્યા. અંડર 9 ભાઈઓ માં ત્રિવેદી પ્રસન્ન એ અંડઅ 14 ભાઈઓ વોરા પ્રાંશુ રાકેશભાઈ, અંડર 17 માં વોરા ધાર્મી રાજેશભાઈ ઓપનમાં બેઢીયા અલીશા પંકજ ભાઈ , ટ્રોફી એવોર્ડ આપી અને સન્માનિત કર્યા. જીતેલા બાળકો પ્રથમ દ્વિતીય નંબરે આવેલા આગામી દિવસોમાં જિલ્લા લેવલની સ્પર્ધા રમવા જશે. તમામ બાળકોએ સ્કૂલ પરિવાર , ટ્રસ્ટીગણ, ઘર પરિવાર અને કરાટે કોચ તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા