રાષ્ટ્ર કાજે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર શહિદ સૈનિકોના પરિવારજનોની તથા વીરતા ભરી ફરજ બજાવતા શારીરિક ક્ષતિગ્રસ્ત થયેલ સૈનિકો અને રાષ્ટ્રની સેવામાં પોતાની યુવાની નું અમુલ્ય યોગદાન આપી સેવા નિવૃત થયેલ સૈનિકો અને તેમના પરિજનો માટેની અનેકવિધ કલ્યાણકારી અને પુનર્વસવાટની યોજનાઓ વિશે ની જાણકારી અને માર્ગદર્શન નિવૃત સૈનિકો અને તેમના પરિવારજનોને આપવાના ઉદ્દેશ્ય સાથે સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી ,વડોદરા દ્વારા નગરના દરબાર હોલ ખાતે નિવૃત સૈનિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, રાજ્યના ગૃહ વિભાગ ના વહીવટી અંકુશ હેઠળ રાજ્યમાં 9 ક્ષેત્રીય નિયામક ની કચેરીઓ કાર્યરત છે ,ત્યારે આદિવાસી બાહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં મોટી સંખ્યામાં સેનામાં ફરજ બજાવી સેવા નિવૃત બનેલા પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર જનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા,વડોદરા ક્ષેત્રીય કચેરીના નિયામક કર્નલ કમલપ્રિત સહિત ઉપસ્થિત મહાનુભવોએ શહીદ જવાનોની ધર્મપત્નિ વીર નારીઓ અને વિવિધ સન્માન પદક પુરસ્કૃત સૈનિકોનું સન્માન કર્યું હતું અને સેવા નિવૃત સૈનિકો અને તેમના પરિવાર માટેની તમામ કલ્યાણકારી સહાયક યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી યોજનાઓ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો.નિવૃત સૈનિક સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના સેવા નિવૃત સૈનિકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

