Gujarat

દિપક ફાઉન્ડેશન વડોદરા નાં સહયોગ થી જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા ટીબી રોગના દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી.

જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર તથા દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા બોડેલી તાલુકાના ટીબી રોગના દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
ટીબી રોગના દર્દીઓ માટે સરકાર શ્રી તરફથી મફતમાં નિદાન અને સારવાર આપવામાં આવે છે તે ઉપરાંત જયાં સુધી દર્દી ની સારવાર ચાલે ત્યાં સુધી પૌષ્ટિક આહાર ની ઉણપ નહીં રહે તે માટે તેમનાં બેંક એકાઉન્ટમાં દર મહિને રૂપિયા ૫૦૦જમા કરાવવા માટે ની નિક્ષય પોષણ યોજના હેઠળ જમા કરાવવા માં આવે છે આ ઉપરાંત પણ જેની આર્થિક સ્થિતિ સારી નથી તેવા ટીબી રોગના દર્દીઓ ને સાજા થવા માટે  પૌષ્ટિક આહાર ની જરૂર હોય છે તે માટે ઘણા સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી વધારાનું પૌષ્ટિક આહાર તૈયાર કરી ને આપવામાં આવે છે, તે હેતુથી યોજાયેલ પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમ માં ૫૦થી વધુ  ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ આપવામાં આવી હતી.
 જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં અધ્યક્ષ માર્ગદર્શન હેઠળ યોજાયેલ કાર્યક્રમ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર બોડેલી નાં ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. મોહમ્મદ હૂશેન ખત્રી ,  તથા દિપક ફાઉન્ડેશન નાં  લક્ષ ઠાકર એ ઉપસ્થિત લાભાર્થી ટીબીના દર્દીઓ ને ટીબી રોગના લક્ષણો, તેની જરુરી તપાસ તેમજ સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર અજયસિંહ સોલંકી , તાલુકા આરોગ્ય સુપરવાઈઝર ગૌરાંગ દરજી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાંધરા નાં સુપરવાઈઝર પ્રેમલાભાઈ રાઠવા સહિત  તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાં સુપરવાઈઝર તથા આરોગ્ય કર્મચારીઓ  તેમજ સારવાર લઈ રહેલા  ટીબીના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20240221-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *