સામાજિક સંસ્થાઓ પોષણયુક્ત આહાર માટેની કીટ પણ આપી રહી છે વિનામૂલ્યે.
એક કદમ માનવતા કી ઓર.. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ટીબીમુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા. 07/08/2024 ના રોજ 20 ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓને સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પોષણ આહાર કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન અક્ષર હોસ્પિટલ,શાપર વેરાવળ, ખાતે રાખવામાં આવેલ.
આજની કીટના દાતાશ્રીઓ તૃપ્તિબેન ચોકસી, પ્રીતિબેન અને સકુબેંન તરફથી આપવામાં આવી હતી.. તથા ડૉ. રવી વાડોદરિયા સાહેબ તરફથી બધા જ દર્દીઓને પ્રોટીન પાઉડર આપવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ટીબી સેન્ટરના જીલ્લા ક્ષય અધિકારીશ્રી ઘનશ્યામ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં આ કાર્યક્રમમાં ડૉ. સુરેશ લકકડ સાહેબે બધા જ દર્દીઓને નિયમિત સારવાર લેવા માટે સમજાવ્યા હતા. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. ભૂમિકા પંડ્યાના માગૅદશૅન હેઠળ તમામ ટીબી દર્દીઓના Differential TB Care ના investigation પણ કરવામા આવ્યાં હતાં, તમામ દર્દીઓના Spo2, Pulse Rate, બ્લડપ્રેશર, ડાયાબીટીસ, ના રિપોર્ટ કરવામા આવ્યા હતા, સાથે તમામ દર્દીઓના વજન, ઊંચાઈ અને ક્લિનિક્લ evaluation પણ કરવામા આવ્યું હતું. સાથે આ બધા દર્દીઓને Differential TB Care રિપોર્ટસ નું મહત્વ પણ ડૉ લકકડ સાહેબે સમજાવ્યું હતું.
આ કાર્યકમનું સંચાલન પરેશભાઈ સખિયા અને સાગરભાઈએ કર્યુ હતું.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

