પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ની બિલ્ડિંગની લોબીમાં અને ગ્રાઉન્ડમાં રઝળતા ઢોર અને કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે જેથી અહીં આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
આ બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડના અભાવે કૂતરા અને રઝળતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. પોરબંદરના સાંદિપની રોડ ઉપર આવેલ જિલ્લા સેવા સદન 2 કચેરીની બિલ્ડીંગમાં અનેક સરકારી કચેરી આવેલ છે.
આ કચેરીમાં દિવસ દરમ્યાન અનેક અરજદારો વિવિધ કામ અર્થે આવતા હોય છે પરંતુ આ કચેરીની બિલ્ડિંગમાં સિક્યોરિટી ગાર્ડના અભાવે રઝળતા ઢોર અને કૂતરાનો આતંક જોવા મળી રહ્યો છે.
આ બિલ્ડિંગની લેડીમાં કુતરાઓ અડિંગો જમાવી બેસી જતા હોવાથી અરજદારોને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે આ કચેરીમાં રઝળતા ઢોર અને કૂતરાનો આતંક દૂર કરવા માંગ ઉઠી છે.આ કચેરીમાં લોબીમાં બેસતા કુતરાને લઈને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ પણ ભયભીત બની પસાર થવાની નોબત આવે છે.