Gujarat

ઓલપાડ કાંઠા વિસ્તારનાં ધનશેર ગામનાં યંગસ્ટાર ગૃપ દ્રારા ગણેશોત્સવ નિમિત્તે ગૌ રક્ષા દાન 

હાલ ગામેગામ ગણેશોત્સવની શ્રધ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી ચાલી રહી છે. જેને સમાંતર ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તારનાં ધનશેર ગામનાં યંગસ્ટાર ગૃપ દ્રારા પણ ગણેશોત્સવની પરંપરાગત ઉજવણી ચાલી રહી છે.
અત્રે ગણેશ સ્થાપનથી રોજેરોજ નિતનવા કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનાં ભાગરૂપે ગતરોજ આ યંગસ્ટાર ગૃપ દ્વારા શિવનંદી ગૌ સેવા જીવદયા ગૃપનાં સહયોગથી ભવ્ય ધૂન-ભજન-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક ભક્તોએ ખૂબ જ આનંદપૂર્વક ભાગ લીધો હતો.
આ પ્રસંગે યંગસ્ટાર ગૃપે ‘ગૌ સેવા એજ પ્રભુ સેવા’નાં શુભ હેતુસર કાર્યરત એવાં શિવનંદી ગૌ સેવા જીવદયા ગૃપને ગૌ રક્ષા માટે રૂપિયા ૩૫૦૦૦નું દાન આપી ગામનાં ગણેશોત્સવને સાર્થક બનાવ્યો હતો. એમ યુવા કાર્યકર મિત્રો વિજય પટેલ, અમિત પટેલ, અંકુર પટેલ તથા બલવંત પટેલે જણાવેલ હતું.