વિસાવદરમાં વિ.હિ.પ. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાનું દબદબાભેર સન્માન
(આજના બીજા કાર્યક્રમમાં ધારાસભ્ય હાર્દિકભાઇ પટેલ વિસાવદર પાસેના સંતવાણી આશ્રમે જઇ મહંત પૂ.ભક્તિરામ બાપુના આશીર્વાદ મેળવ્યા)
તા.૧-૯-૨૦૨૪ ના રોજ વિસાવદર શહેરના પટેલ સમાજમાં ઝેડ પ્લસ સુરક્ષા બંદોબસ્ત સાથે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાના મુલાકાત પ્રવાસ દરમિયાન પટેલ સમાજમાં શહેરની વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનનો કાર્યક્રમ યોજાયો.
સૌ પ્રથમ ઢોલ નગારાના નાદ સાથે પ્રવિણભાઈ તોગડીયા તથા સહકર્મવીરોને નાની બાલિકાઓએ કુમકુમ તિલક કરી સન્માનિત કરેલ. બાદ શાયોના ગ્રુપના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવલિયાએ શહેરની તમામ સંસ્થાઓ વતી ઉપસ્થિત અધ્યક્ષશ્રી, મહેમાનો તથા શહેરીજનોનું શાબ્દિક સ્વાગત કરેલ.
ત્યારબાદ હિન્દુ ધર્મના જાગૃતિ અભિયાનના લિડર પ્રવિણભાઈ તોગડીયા, રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ, જયસુખભાઈ બુટાણી ને વિહિપના હોદ્દેદારોએ પુષ્પમાળા તથા શાલ ઓઢાડી સન્માનિત કરેલ.
બાદ રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ ખુમાણ તથા પ્રવીણભાઈ તોગડીયા એ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવેલ કે રાષ્ટ્ર અને સમાજને બચાવવા દીર્ઘદ્રષ્ટિ જરૂરી છે. વર્તમાન સમયમાં હિન્દુત્વના અસ્તિત્વ માટે હિન્દુઓમાં જાગૃતતાની જરૂર છે. પ્રવિણભાઈ તોગડીયાએ પોતાના બાલ્યાવસ્થાને યાદ કરી સતત આ જ દિવસ સુધી હિન્દુત્વના સન્માન માટેની દિશામાં ગતિવાન છે. દુનિયા આખી આપણી છે. વિહિપનો મુખ્ય ધ્યેય સુખ, સમૃદ્ધિ અને સલામતી જળવાઈ રહે, દરેક હિન્દુઓમાં હિન્દુત્વ જોવા માટે ઠેર ઠેર શેરી, ગલીઓ, મહોલ્લામાં હનુમાન ચાલીસા થવી જોઈએ. તે માટે ઉપસ્થિત સૌએ હકારાત્મક સુર પુરાવી બાંહેધરી આપી. તેઓના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં આરોગ્ય લક્ષી તેમજ ખેતપેદાશની જણસો બાબતે કિસાનોના માધ્યમથી એક હી આવાજ ‘ફસલ હમારી, દામ તુમ્હારા, નહી ચલેગા નહી ચલેગા’ ના નારાઓ સાથે સભાખંડ ગજવેલ. હિન્દુઓના કલ્યાણ માટે ૨૪ કલાક હિન્દુ હેલ્પલાઇન શરૂ છે. આપણે બધા દેવતાઓના પુત્રો છીએ. અને હાલ ઠેક ઠેકાણે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કરવા નમ્ર અનુરોધ કરેલ.
આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા, જી.પં.પૂર્વ ઉ.પ્રમુખ વિપુલભાઈ કાવાણી, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વિજયભાઈ રીબડીયા, ગિજુભાઈ વિકમા, ડૉ.રાજન રીબડીયા તેમજ બહોળી સંખ્યામાં શહેર અગ્રણીઓ ઉપસ્થિત રહેલ. છેલ્લે શહેરની તમામ સામાજિક સંસ્થાઓ તેમજ જ્ઞાતિ સમાજના હોદ્દેદારોએ અધ્યક્ષશ્રીને પુષ્પમાળા પહેરાવી સન્માનિત કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા અરવિંદભાઈ ગોંડલીયા, વિશાલભાઈ રીબડીયા હાર્દિકભાઈ હરખાણી, કુણાલ વિકમા તથા તેમની સમગ્ર ટીમ એ સારી એવી જહેમત ઉઠાવેલી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ઘનશ્યામભાઈ સાવલિયાએ કરેલ.
આજના બીજા કાર્યક્રમમાં વિરમગામના યુવાન ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ વિસાવદર પાસેના સંતવાણી આશ્રમે પધારી મહંત પૂ.ભક્તિરામબાપુને પુષ્પમાળા અને શાલ ઓઢાડી આશીર્વાદ મેળવેલ. સાથોસાથ સમાજના અન્ય શ્રેષ્ઠિઓ સાથે મળી વર્તમાન સમયમાં સમાજમાં વ્યાપેલા દૂષણો, વ્યસનો, કુરિવાજોને તિલાંજલિ આપી સમૃદ્ધ સમાજની વ્યવસ્થા સ્થપાય તે માટે તમામ સમાજે જાગૃતતા સાથે સહયોગની તાતી જરૂરિયાત છે.
ઉપરોક્ત વિચાર ગોષ્ઠી બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી હાર્દિકભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રીહર્ષદભાઈ રીબડીયા, ઘનશ્યામભાઈ સાવલિયા, શાંતિભાઈ ગણાત્રા, વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, વિરુ પટેલ, મુકેશભાઈ રીબડીયા, આર.કે.કથીરિયા પરસોતમભાઈ પદમાણી, તેમજ બહોળી સંખ્યામાં સેવક સમુદાય ઉપસ્થિત રહેલ.
સી. વી. જોશી વિસાવદર








