કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દરિયામાં બે દિવસ પહેલા ઘોઘલાની કલ્પનાબેન દિવ્યેશ સોલંકી દરિયામાં પડી ગઈ હોય તેવા અનુમાન બાદ એ રાત્રિથી આજ સુધી મહિલાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
આ મહીલા દીવના ગંગેશ્વર નજીક દરીયા પાસે ખડક પર ચંપલ તથા સાડી મળી આવેલ હતી. મહિલાના પરિવાર સહિત દીવ સરકારી અધિકારીઓ કર્મચારીઓએ પણ શોધખોળ કરી રહ્યા છે પરંતું પરિવારની વિનંતી બાદ ડ્રોન કેમેરા તથા કોસ્ટગાર્ડના હેલીકોપ્ટર દ્વારા કલ્પનાબેનની શોધખોળ કરવામાં આવી હતી.

દીવના ગંગેશ્વર મહાદેવ મંદિર પાસેના દરીયા કાંઠે આવેલ ખડક પરથી એક મહિલાએ દરિયામાં પડી ગયેલ હોવાની વાત વાયુવેગે ફરતી થયાં પોલીસ સ્ટાફ, ફાયર બ્રિગેડ ટીમ તેમજ મહિલાના પરિવારજનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે મહીલા એ દરિયામાં કુદકો માર્યો હોવાનું અનુમાન લગાવી રહ્યા છે. પરંતું હજુ કોઇ પુષ્ટી થઈ નથી, મહિલાની હાલ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
પોલીસને જાણ થતાં પોલીસ તથા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને કલ્પનાબેનની શોધખોળ કરી રહ્યા છે. હાલ કલ્પનાની કોઈપણ જાણકારી મળી નથી.