શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો….
ઉના પંથકની વિવિઘ શાળાઓમા આંગણવાડીના બાળકો, બાલવાટિકા બાળકો તેમજ ધોરણ -1માં બાળકોને છેલ્લા બે દિવસથી પ્રવેશોત્સવ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આજે બીજા દિવસે પણ પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં આજે સનખડા ગામે આવેલી આંગણવાડી, શાળામાં બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. આમ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની અલગ અલગ શાળાઓમા શાળા પ્રવેશોત્સવમાં અનેક નાના બાળકોને પ્રવેશ કર્યો હતો.

ઉનાના સનખડા ગામે આવેલી કન્યા પ્રાથમિક શાળા તેમજ કુમાર શાળા સંયુક્ત ઉપક્રમે વર્ષ- 2024 અંતર્ગત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર એન.ડી. ગોહિલ, જિલ્લા પંચાયત બાયોડાયવર્સીટી ચેરમેન વીરાબાપા બી. ઝાલા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ પુનુબેન એમ.ગોહીલ સહિત અધિકારી કર્મચારીઓ હાજર રહી આંગણવાડીના બાળકો, બાલવાટિકા વઘુ બાળકો અને ધોરણ -1માં પ્રવેશ આપ્યો હતો.