Gujarat

અમરેલી જિલ્લાની બ્લડ બેંકોમાં બ્લડની કમી ને કારણે દર્દીઓને પારાવાર પરેશાની થઈ રહી છે

અમરેલી જિલ્લાની બ્લડ બેંકોમાં બ્લડની કમી ને કારણે દર્દીઓને પારાવાર પરેશાની થઈ રહી છે ત્યારે સાવરકુંડલાના દર્દીને ઇમરજન્સી બી પોઝિટિવ બ્લડની જરૂરિયાત ઉભી થતાં માનવતાના પ્રહરી બનીને પોતાનો ધંધો બંધ કરીને મહાવીર કુરિયર વાળા યુસુફભાઈ ચૌહાણે બ્લડ ડોનેશન કરીને માનવ જિંદગી બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી કરી
અમરેલીમાં મહાવીર કુરીઅર વાળા યુસુફભાઇ ચૌહાણે પોતાની દુકાન પર હતા ત્યારે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સાવરકુંડલાના એક દર્દીને દાખલ કરવામાં આવેલ હતા ને ત્યારે માત્ર ૪  ટકા આસપાસનું બ્લડ હોવાથી તાકીદે ઇમરજન્સી શાંતાબા હોસ્પિટલમાં રહેલું બી પોઝિટિવ બ્લડ બે બોટલ ચડાવીને માનવ જિંદગી બચાવવા હોસ્પિટલના ઇન્ચાર્જ દિનેશભાઈ કાપડિયા સાથે ડોક્ટરો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવીને દર્દીને નવું જીવતદાન આપ્યું હતું
પણ દર્દીને શરીરમાં વધુ ઇમર્જન્સી બ્લડની જરૂરું હતી અને તે પણ ઓછી માત્રામાં મળતું બી પોઝીટીવ બ્લડની જરુર પડતા અભિયાન સેવા ટ્રસ્ટ ચલાવતા રફિકભાઈ ચૌહાણને જાણ થતા તાકીદે હોસ્પિટલે પહોંચીને દર્દીને સગાને મળીને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોક્ટર ભરત કાનાબાર સાહેબને જાણ કરીને તાકીદે બી પોઝિટિવ બ્લડ મળી રહે તે માટે રેડક્રોસ સોસાયટી દ્વારા પણ બી પોઝિટિવ રક્તદાતાઓને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવી હતી ને રફિકભાઈ ચૌહાણની જહેમત બાદ અમરેલીમાં મહાવીર કુરીઅર ચલાવતા યુસુફભાઈ ચૌહાણને બોલાવવામાં આવ્યા હતા ને પોતાનો ધંધો રોજગાર મૂકીને યુસુફભાઈ ચૌહાણ તાત્કાલીક અને ઇમર્જન્સી બ્લડની જરૂર હોવાથી પોતાની ચાલુ ઓફિસમાં શટર પાડી બ્લડ ડોનેશન કરવા નીકળી ગયા હતા ને અભિયાન સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા યુસુફભાઈ ચૌહાણ ચોપન વર્ષની ઉંમરમાં અનેક વખત બ્લડ ડોનેશન કરેલ છે
તે પણ કોઈપણ નાત જાત જોયા વિના માત્ર ને માત્ર માનવતા રાખી ડોનેશન કરે છે. સલામ છે આવા યોદ્ધાઓને જે લોકોના જીવ બચાવવા પોતાના ધંધા રોજગાર મુકીને પણ સેવા કરે છે ત્યારે યુસુફભાઈ ચૌહાણે પણ અપીલ કરી છે કે લોકો બ્લડ ડોનેશન કરવા આગળ આવે અને અમરેલીમાં રક્તદાતાઓ આગળ આવે અને વધુ વધુ રક્તદાન કરી માનવ જિંદગી ઓ બચાવવામાં સહયોગી થાય તેવી વિનંતી કરી હતી
બિપીન પાંધી સાવરકુંડલા