બાંગ્લાદેશની ઘટનાથી હિંદુ સમાજમાં ભારે રોષ, પાટણ જિલ્લાનાં સાંતલપુર શહેરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો..
સાંતલપુર માં હિન્દુ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલી કાઢીને બાગ્લાદેશ માં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું…હિન્દુ સંગઠનના લોકોએ વારાહી મામલતદારને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત કરી..
*સમગ્ર સાંતલપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખી બાગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈઓને સમર્થન આપ્યું…*
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઇને સમગ્ર ગુજરાતભરમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરતા હિન્દુ ધર્મના લોકો નજરે ચડી રહ્યાં છે.ત્યારે હવે બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારને લઇને પાટણ જિલ્લામાં પણ પડઘા પડયા છે. પાટણનાં સાંતલપુર શહેરમાં હિંદુ ભાઈઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. સમગ્ર સાંતલપુરના વેપારીઓએ દુકાનો બંધ રાખી બાગ્લાદેશમાં રહેતા હિન્દુ ભાઈઓને સમર્થન આપ્યું છે.સાંતલપુર માં હિન્દુ સામાજિક સંસ્થાઓ દ્વારા રેલી નીકાળી ને બાગ્લાદેશ માં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ હત્યાંચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
બાગ્લાદેશ માં થયેલ હિન્દુ ભાઈઓ પર થયેલ અત્યાચાર સામે પાટણ જિલ્લામાં હવે હિન્દુ ધર્મના લોકોમાં ભારે રોષ ફેલાયો છે.જેમાં પાટણ જિલ્લાના સાંતલપુર મોટી સંખ્યામાં વેપારીઓ હિન્દુ ધર્મના સંગઠનો અને સર્વે સમાજના હિન્દુ ભાઈઓ રેલીમાં જોડાયા હતા. અને બાગ્લાદેશમાં થયેલ હિન્દુ ભાઈઓ પર હત્યાચારને લઈને કડક ચેતવણી આપી હતી. તથા મોટી સંખ્યા માં હિન્દુ ભાઈઓ વારાહી મામલતદારને આવેદનપત્ર પત્ર આપી રજૂઆત પણ કરી હતી.
પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર








