વડોદરામાં પાલિકાના પાપે શાળાએ જતા નાના-નાના ભૂલકાઓ કાદવ-કીચડમાંથી પસાર થઇને શાળાએ જવા માટે મબજુર બન્યા છે. શહેરના આજવા રોજ પર આવેલા એકતાનગરના આ દ્રશ્યો પાલિકાની પ્રિમોન્સૂન સહિતની કામગીરીની નિષ્ફળતા સાબિત કરવા માટે પુરતા છે. પાલિકા દ્વારા ગટર અને પાણીની લાઇન નાંખવા માટે મુખ્ય માર્ગ ખોદી કાઢવામાં આવ્યો હતો. જે કામગીરી પૂર્ણ થયા બાદ યોગ્ય પૂરાણ સહિતનું કામ કરવામાં ન આવતા અહિંયા કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. સાથે જ સ્થાનિકોમાં રોગચાળો ફાટી નિકળે તેવી સ્થિતીનું સર્જન થયું છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, દોઢ કિલોમીટરમાં જેટલા રસ્તા પર આ પ્રકારની સ્થિતી સર્જાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એકતાનગરની સરપ્રાઇઝ વિઝીટ કરી હતી. અને રોડ બનાવવા માટે આદેશ કર્યો હતો. જાે કે, આજની સ્થિતી જાેઇને મુખ્યમંત્રી બિલકુલ નાખુશ થાય તેમ છે.
વડોદરા પાલિકા દ્વારા સુખ-સુવિધા ઉભી કરવા જતા લોકોને મુશ્કેલીમાં મુકવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં શહેરના આજવા રોડ પર આવેલા એકતાનગરમાં પાલિકા દ્વારા ડ્રેનેજ અને પાણીની લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે પૂર્ણ થયા બાદ રોડ પર યોગ્ય પૂરાણ સહિતની કામગીરી કરવામાં નહી આવતા આજે વરસાદ સમયે કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. દુખની વાત છે કે, શાળાઓ જતા નાના-નાના ભૂલકાઓએ કાદવમાંથી પસાર થઇને શાળાઓ જવું પડે છે.
સ્થાનિક સુત્રોના જણાવ્યા પ્રમાણે, અહિંયા દોઢ કિમી જેટલા રોડ પર આ પ્રકારની પરિસ્થિતી છે. બાકીના રોડ પર ખાડા અને પાણીના ખાબોચીયા જાેવા મળે છે. અહિંયાથી ચાલતા કે વાહન પર જવું મુશ્કેલી ભર્યું છે. આ ગંદકીભરી સ્થિતીના કારણે અહિંયા રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત જાેવા મળી રહી છે. આ અંગે સ્થાનિક પાલિકાની કચેરીએ વારંવાર રજુઆત કરવા છતા પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી. જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે. હવે આ મામલો ઉજાગર થયા બાદ કેટલા સમયમાં પાલિકાનું નિંદ્રાધીન તંત્ર કામ કરે છે તે જાેવું રહ્યું.
જપ સંકલનની બેઠક મળી હતી. જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા કામો રોકવામાં આવતા હોવાના આરોપ કોર્પોરેટરોએ ભાજપ શહેર પ્રમુખ સમક્ષ વર્ણવ્યા છે. તો બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહનું માનવું છે કે, એક વોર્ડમાં ચાર કોર્પોરેટરો પણ સાથે રહી શકતા નથી. આમ, શાસકપક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરો વચ્ચેની ખેંચતાણ ખુલીને સામે આવી છે. સંભવતઃ આ બધી વાતોના કારણે જ વડોદરા અન્ય શહેરોની સરખામણીએ પાછળ રહી ગયું હોય તેવો લોકમત છે.
વડોદરામાં લોકસભાની ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદથી ભાજપની ભાંડજડ સમયાંતરે સામે આવતી રહી છે. ક્યારેક સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામસામે આવતા હતા. તો ક્યારેક કોર્પોરેટર અને અન્ય હોદ્દેદારો સામસામે આવ્યા હતા. આ સિલસિલો અટકાવવામાં શહેર ભાજપ પ્રમુખને નિષ્ફળતા મળી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં શહેર ભાજપ સંકલનની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરના અલગ અલગ વિસ્તારના કોર્પોરેટરો દ્વારા પાલિકાના મેયર પિન્કીબેન સોની અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીની ઓફિસમાંથી વિસ્તારના વિકાસના કાર્યો અટકાવવામાં આવતા હોવાનો સનસનીખેજ આરોપ મુક્યો હતો. સાથે જ જણાવ્યું કે, અમારા કામો થતાં નથી, અધિકારીઓ સાંભળતા નથી. જાે કે. અધિકારીઓ નહી સાંભળતા હોવાનુો કોર્પોરેટરો અગાઉ પણ મીડિયા સમક્ષ કહી ચુક્યા છે.
દુખી કોર્પોરેટરોને સાંભળીને શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે બેઠકમાં જણાવ્યું કે, બધામાં સંકલનનો અભાવ છે, એક વોર્ડમાં ૪ કોર્પોરેટર પણ સાથે રહી શકતા નથી. અહીં બેઠેલા કોઇ કાયમી નથી, તમને અઢી કે પાંચ વર્ષ માટે જવાબદારી મળે છે. જાે કે, આ બેઠકમાં કોર્પોરેટરોની સમસ્યા કોઇ નક્કર હલ સુધી પહોંચી નથી. હવે આવનાર સમયમાં શુું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.