રાજ્યની ડમી સ્કૂલોની તપાસ કરવા શિક્ષણ બોર્ડ પૂર્વ સભ્યએ માંગ કરી
ગુજરાતમાં એક બાદ એક ડમીકાંડ સામે આવી રહ્યા છે ત્યારે આજે શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્યએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરી છે. ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે ડમી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોવાનો પત્રમાં દાવો કરાયો છે. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ હોય છે, પરિણામ સ્વરૂપે ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી રાજ્યમાં ચાલતી ડમી શાળાઓને જવાબદાર ઠેરવી જેમાં દાવો કર્યો છે કે IIT, IIM અને મેડિકલ જેવા ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10 ની પરીક્ષા પાસ કર્યા બાદ મોટા શહેરોમાં ચાલતા કોચિંગ ક્લાસ ધોરણ 11 થી શરૂ થાય છે. જેમાં માત્ર કોચિંગ ક્લાસમાં જ જવાનું હોય છે અને શાળાઓમાં ડમી પ્રવેશ મેળવવાનો હોય છે.આવા વિદ્યાર્થીઓ ડમી શાળાઓમાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં માત્ર કાગળ ઉપર જ પ્રવેશ મેળવવા માટે તોતિંગ ફી ભરે છે.

આવી ડમી શાળાઓમાં શિક્ષકો પણ કાગળ ઉપર જ હોય છે અને આ શિક્ષકો ધોરણ -12ની જાહેર પરીક્ષાની ઉત્તરવહી ચકાસણી માટે પણ જતાં નથી. તેમજ યેન-કેન પ્રકારે ધોરણ – 12 વિજ્ઞાન પ્રવાહ પ્રેક્ટિકલની પરીક્ષા માટે કેન્દ્ર પોતાની શાળામાં મેળવી લે છે. આમ ગુજરાતના શિક્ષણ જગતને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે.ગુજરાતનું શિક્ષણ ઊંડી ખાઈ તરફ જઈ રહ્યું છે, જેને બહાર નીકળતા વર્ષો લાગી શકે છે, આ સ્થિતિમાં ગુજરાતના શિક્ષણના વિશાળ હિતમાં સત્વરે આવી ડમી શાળાઓની તપાસ કરી મંજૂરી રદ કરી જવાબદાર લોકો સામે કાનૂની કાર્યવાહી કરવા માંગણી કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે. ડમી શાળાઓ બંધ કરી તપાસ કરવાની માંગ કરી છે. ધોરણ 10 પાસ કર્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ધોરણ 11 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ માટે ડમી શાળાઓમાં પ્રવેશ મેળવતા હોવાનો પત્રમાં દાવો કરાયો છે. ડમી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકના નામ માત્ર કાગળ પર જ હોય છે, પરિણામ સ્વરૂપે ઉત્તરવહી ચકાસણીમાં પણ આવા શિક્ષકો ન આવતા હોવાની રજૂઆત કરાઈ છે. આવી ડમી શાળાઓને કારણે શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે