Gujarat

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન

રાણપુરમાં માસ-મટનની દુકાનો બંધ રાખવા પોલીસ દ્વારા દુકાનદારોને સૂચના આપવામાં આવી
હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ દ્વારા માસ-મટનની દુકાનો શ્રાવણ માસ દરમિયાન બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી છે હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક લાગણી નો દુભાય જેને ધ્યાનમાં રાખીને રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ જી.ડી.આહિર તેમજ પોલીસ સ્ટાફ દ્વારા રાણપુર શહેરમાં માસ-મટનની દુકાનો ચાલે છે ત્યાં જઈને શ્રાવણ માસ દરમિયાન માસ-મટનની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપવામાં આવી હતી.
તસવીર:વિપુલ લુહાર,રાણપુર