Gujarat

ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો 

               જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની પારડીઝાંખરી પ્રાથમિક શાળાનો શૈક્ષિણક પ્રવાસ યોજાયો હતો. સદર પ્રવાસમાં બાળકો ચોટીલા, ખોડલધામ, વિરપુર, સારંગપુર વિગેરે જેવાં સ્થળોની મુલાકાત લઈને ખુશખુશાલ થયાં હતાં.
               શાળાનાં આચાર્ય રમેશભાઈ પટેલનાં માર્ગદર્શન હેઠળ તમામ પ્રવાસી બાળકોએ સમયસર ચા-નાસ્તો તથા ભોજન મેળવી પ્રવાસનો ભરપૂર આનંદ માણ્યો હતો. પ્રવાસ દરમિયાન સાથી શિક્ષકગણ નીતાબેન પટેલ, ધર્મિષ્ઠાબેન પટેલ, ભક્તિબેન પટેલ, અનામિકાબેન પટેલ તથા જશુબેન પટેલે બાળકોને જે તે સ્થળનાં ઈતિહાસ અને મહાત્મ્યથી પરિચીત કર્યા હતાં. તમામ બાળકોએ મન ભરીને પ્રવાસની મોજ માણી હતી.