લીમડાચોક ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો.
વિશ્વ હિન્દુપરિષદ બજરંગ દળ દ્વારા ખેસ પહેરાવી તિલક કરી મીઠુ મોઢુ કરાવી અમરનાથ યાત્રીઓને ભાવભેર વિદાય આપી હતી તેમજ વિવિધ સંગઠનો અને પરીવારજનો દ્વારા તમામનું સન્માન કરી ભાવભરી વિદાય અપાઈ હતી
અમરનાથ યાત્રા દરમિયાન યાત્રીકો માટે એક માત્ર ગુજરાતી ભંડારો શ્રીપ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદના નેજા હેઠળ કાશ્મીરના પહેલગામ મા દર વર્ષે આયોજન કરવામા આવે છે ત્યારે આ વર્ષે પણ આ અમરનાથ ના યાત્રીકો માટે આ ગુજરાતી ભંડારો યોજાવા જઈ રહ્યો છે જે ભંડારામાં તન મન ધન થી પોતાની સેવા આપવા જુનાગઢના માંગરોળથી મહાદેવ ગૃપના ડિમ્પલભાઈ પોપટ ની આગેવાની માં ચાર બહેનો અને ચાર ભાઈઓ એમ કુલ આઠ શિવભક્તો તેમજ અન્ય વેરાવળથી એમ મળી કુલ 18 શિવભક્તો ભંડારા માં સેવા આપવા સાથે સાથે ભંડારામાં વપરાતી સામગ્રી એકઠી કરી જઈ રહ્યા છે.
ત્યારે માંગરોળથી આ સેવાભાવી આઠ શિવભક્તો ભંડારાની સેવા માટે રવાના થતા લીમડાચોક ખાતે વિદાય કાર્યક્રમ યોજાયો આ અવસરે તેમના પરીવાર જનો સાથે વિશ્વ હિન્દુપરિષદ ના આગેવાન વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પી એસ આઇ પરમાર સાહેબ, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સોમૈયા, એડવોકેટ કિશનભાઇ પરમાર, જી.કે રબારી, રાજુભાઈ જોષી સહીત વિવિધ સંગઠનોના આગેવાનો વેપારી મિત્રો દ્વારા તમામને મિઠાઈ ખવડાવી પુષ્પગુછ અને ખેસ પહેરાવી શુભેચ્છા પાઠવતા ભાવભર્યુ વિધાયમાન આપતા હર હર મહાદેવ, ભારત માતા કી જય ના નારા સમગ્ર લીમડાચોક ગુંજી ઉઠ્યુ હતુ.
સમગ્ર કાર્યક્રમ નો સુંદર સંચાલન જાણીતા ઉદધોશક રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ આઠ શિવભક્તો માંગરૉળ થી કેશોદ અને કેશોદ થી ટ્રેન મારફત પોતાનુ સફળ કરી કાશ્મીર ના પહેલગામ ભંડારાના સ્થાન સુધી પહોંચશે.

