એક પેડ મા કે નામ – દાહોદ – ૨૦૨૪
દાહોદમાં મોટી રાણાપુર પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી તેમજ કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે ” એક પેડ મા કે નામ ” અંતર્ગત વૃક્ષારોપણ કરાયું
વૃક્ષારોપણ થકી વૃક્ષની મહત્વતા તેમજ પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો
દાહોદ : ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં ‘ એક પેડ માં કે નામ ‘ થીમ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ તમામ તાલુકાઓ સહિત દાહોદના મોટી રાણાપુર ખાતે આવેલ મહેંદી ફળીયા, વર્ગ પ્રાથમિક શાળાના પટાંગણમાં ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી તેમજ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના વરદ હસ્તે વૃક્ષારોપણ કરીને પર્યાવરણ બચાવોનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર જિલ્લાવાસીઓએ આ વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈને વધુમાં વધુ વૃક્ષો વાવી તેનું જતન કરીને આપણી કુદરતી સંપત્તિને જાળવવાની જરૂર છે. સેવા સેતુ કાર્યક્રમમાં આવનાર તમામ લાભાર્થીઓએ સંકલ્પ લઇ એક વૃક્ષ દરેક વ્યક્તિએ ચોક્કસ વાવવું જોઈએ અને તેનું જતન પણ કરવું જોઈએ એ સંદેશો આ વૃક્ષારોપણ થકી આપી વધુમાં વધુ વૃક્ષારોપણ થાય એ માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ વૃક્ષારોપણ દરમ્યાન પ્રાંત અધિકારીસુશ્રી નિલાંજસા રાજપૂત, મામલતદારશ્રી મનોજ મિશ્રા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ચૌધરી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ભગીરથ બામણ્યા, સરપંચ તેમજ અન્ય અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦રિપોર્ટર :- ઝેની શેખ