છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા આજ રોજ જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેકટર દ્વારા ફાળવણી કરવાના આવેલ એકલબાર ગામે સર્વે નંબર 105 વાળી જગ્યામાં કરવામાં આવેલ દબાણને પોલીસ બંદોબસ્ત સાથે રાખી દૂર કરી કબ્જો મેળવી કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને ટૂંક સમયમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. આ કામગીરી અંદર છોટાઉદેપુર નગરપાલિકાના સ્ટાફ અને ફાયર સ્ટેશનના સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ મોડલ ફાયર સ્ટેશન અંદાજિત રકમ 9.56 કરોડ બનશે.

