સમસ્ત બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા વડીલ વંદના
સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ ના કે ડી પંડ્યા હસુભાઈ જોશી મહેશભાઈ જોશી તેમજ સમગ્ર કમિટી મેમ્બર દ્વારા વડીલ વંદના કાર્યક્રમ નું આયોજન ઉનેવાડ બ્રહ્મ સમાજ વાડી માં થયેલ જેમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી ઉપસ્થિત 170 તમામ બ્રહ્મ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો નું સાલ ઓઢાડી પુષ્પ વર્ષા કરી સન્માન કરવામાં આવેલ
જેમાં જીતુભાઈ દ્વારકા વાળા અને નગભાઈ વાળા વિશિષ્ટ ઉપસ્થિત રહેલ અંતમાં ભોજન પ્રસાદ રાખેલ તેમ શૈલેષ પંડ્યા ની યાદી જણાવે છે


