રાજુલા ના સુ-વ્યવસ્થિત આયોજનથી ચૂંટણીકર્મીઓ ખુશ ખુશાલ….
માનનીય પ્રાંત સાહેબ શ્રી બરાસરાસાહેબના સુચારુ માર્ગદર્શનથી રાજુલા તાલુકામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ હૃદયથી આભાર વ્યક્ત કરે છે.
આમ જોવા જઈએ તો ચૂંટણી કામગીરીના ઓર્ડર થાય એટલે સરેરાશ મોટાભાગના કર્મચારીઓ ચિંતામાં મૂકાઈ જતાં હોઈ છે.પરંતુ રાજુલાના પ્રાંત સાહેબ અને તેની સમગ્ર કર્મનિષ્ઠ ટીમના સુંદર આયોજનથી રાજુલામાં રોકાયેલા દરેક કર્મચારીઓને કયાય કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં પડી નથી. નોંધનીય બાબત એ પણ છે કે ચૂંટણીના આગલા દિવસે રાજુલા મુકામે તાલીમ લીધી ત્યારેજ માન.પ્રાંત સાહેબના તાલીમમાં જે પ્રેરણાદાયક શબ્દો કીધા અને જે હુફ આપી ત્યારે જ કર્મચારીઓનો લગભગ 80% માનસિક થાક ઉતરી ગયો હતો. અને જયારે જયારે માસ્ટર ટ્રેનર ને ચાલુ ચૂંટણી દરમ્યાન ફોન કર્યો ત્યારે અમારો ફોન પહેલી જ રીંગમાં ઉપાડી અને તરત માહિતી આપતા હતા તમામ માસ્ટર ટ્રેનર નિલેશભાઈ ઉનાગર ને જયારે જયારે ફોન કર્યો ત્યારે તરત જવાબ મળેલ છે અને સવારે કર્મચારીઓ નાસ્તો કરતા હતા ત્યારે પણ આવીને પુછે નાસ્તો કેમ છે અમે કીધું ખુબ સરસ છે ત્યારે મારી સાથે અમારા મિત્રો જે હતા તેમણે અનુભવ્યું ને જોયું કે પ્રાંત સાહેબ કેટલું ધ્યાન રાખે છે.
અનુભવ પ્રમાણે ઘણી વખત મતદાન પૂર્ણ કરી રિસીવિંગ સેન્ટર ઉપર ભીડ જોઈને જ કર્મીઑ ચિંતામાં પડી જાય છે.રાજુલા માં સમગ્ર ટીમનું એવું આયોજન હતું કે માત્ર 10 મિનિટમાં જ રિસિવિંગ સેન્ટરમાં સાહિત્ય જમાં થઈ જતું હતું.જમાં થઈ ગયા પછી રિલિવ નું પ્રમાણપત્ર મેળવવું બહુ મુશ્કેલ હોય છે પણ આતો રાજુલા ના પ્રાંત સાહેબ ખુદ ટેબલ પર બેસી અને જે એક સાહેબ રીલિવ પ્રમાણપત્ર આપતા ત્યાં ઝડપ થાય બેસી ગયા. માટે તમામ સાહિત્ય 10 મિનિટ માં જમાં થઈ જતું અને પછી ટેબલ ઉપર જાવ તરત મુક્તિ પ્રમાણપત્ર મળી જતું હતું જમવાનું પણ સ્વાદિષ્ટ હતું.પ્રાંત સાહેબના સકારાત્મક માર્ગદર્શન અને હકારાત્મક પ્રેરણાથી રાજુલા સમગ્ર ટીમમાં એક પોઝિટિવ ઉર્જા જોવા મળી હતી.છેલ્લે હું આટલું જ કહીશ કે રાજુલા ના સુંદર આયોજન વ્યવસ્થાની પ્રેરણા દરેકે લેવા જેવી છે. ફરીવાર સમગ્ર ટીમનો હદયથી ખરેખર આભાર. અતુલ સાંગાણી
આચાર્યશ્રી
શ્રીમતિ એન.એન. પીપળીયા હાઈસ્કૂલ,મેઘા પીપળીયા તા.કુંકાવાવ
