Gujarat

ગુજરાતની ૪ સહિત રાજ્યસભાની ૫૬ બેઠક માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે

રાજ્યસભાની એપ્રિલ મહિનામાં ખાલી પડનારી બેઠકો માટે ચૂંટણીની તારીખની જાહેર કરવામાં આવી છે. ૨૭ ફેબ્રુઆરીએ ગુજરાતની ૪ બેઠક માટે મતદાન થશે. તમને જણાવી દઈએ કે મનસુખ માંડવીયા, પુરષોત્તમ રૂપાલા, અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની ટર્મ પૂર્ણ થાય છે. ત્યારે આ ખાલી પડેલી બેઠક માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જાે કે આ ૪ બેઠક ભાજપના ફાળે જશે. ત્યારે મહત્વની વાત એ રહેશે કે આ વખતની નવી ટર્મમાં કોંગ્રેસને બે બેઠકનું નુકસાન થશે.

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત ૮ ફેબ્રુઆરી ૨૦૨૪થી થશે અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે. ત્યારે ૧૬ ફેબ્રુઆરીએ ફોર્મ વેરિફાઈ કરવામાં આવશે. ત્યારબાદ ૨૦ ફેબ્રુઆરી સુધી ઉમેદવાર પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે. તે પછી ૨૭ ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા સવારે ૯ વાગ્યાથી શરૂ થઈને સાંજે ૪ વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ સાંજે ૫ વાગ્યે મત ગણતરી કરવામાં આવશે. ગુજરાતની ચાર બેઠક સહિત રાજ્યસભાની ૫૬ બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેર કરી દીધો છે. ૧૫ રાજ્યમાં ૫૬ બેઠક ખાલી પડી રહી છે, જેના માટે ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *