મેંદરડા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી દિવસ મનાવામાં આવ્યો
દેશની રાજનીતિમાં 25 જૂન 1975 ને કાળા દિવસ તરીકે ઓળખવામાં આવે છે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા આજથી ૪૯ વર્ષ પહેલા દેશની કટોકટી જાહેર કરી હતી આ કટોકટી 635 દિવસ સુધી ચાલેલ ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે 25 જૂનને કટોકટી દિવસ તરીકે મનાવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ મેંદરડા તાલુકા દ્વારા કાર્યક્ર્મ માં ધારાસભ્યશ્રી અરવિંદભાઈ લાડાણી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, જીલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી,તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા જીલ્લા મંત્રી ચિરાગભાઈ રાજાણી, મેંદરડા સરપંચ જે. ડી.ખાવડુ,માર્કેટિંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, તાલુકા ભાજપ મહામંત્રી દિલીપભાઈ સોંદરવા સંગઠન મંત્રી ભૂરાભાઈ ભરવાડ મેંદરડા ગ્રા.પંચાયત સદસ્ય શ્રીઓ જિલ્લાના આગેવાનો તેમજ તાલુકા ભાજપ ના આગેવાનો હાજર રહેલ.
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


