Gujarat

ઘી નદીની ગાંડી વેલમાં આગ, ધૂમાડાનું સામ્રાજય

ખંભાળીયામાં રામનાથ પાસે આવેલી ઘી નદીમાં ગાંડી વેલ છવાયેલી હોય નદીના તળિયે પાણી ઘટતા નદી ખાલી થવા લાગતા વેલ સુકાઈ ગઈ હતી.

લગભગ અડધા વિસ્તારમાં સુકાયેલી વેલ પર કોઈએ સળગતો પદાર્થ કે કંઇ જ્વલનશીલ પદાર્થ છાંટીને સળગાવ્યું હોય તેમ મોડી સાંજે નદીની ગાંડી વેલમાં આગ લાગતા ધૂમાડાના ગોટા સાથે આગની જ્વાળાઓથી વિચિત્ર દ્રશ્ય ઉભું થયું હતું.

આ બનાવની જાણ થતાં સ્થાનિક હિતેન્દ્રભાઈ આચાર્યએ તુરંત જ આ અંગે ફાયર વિભાગ ને જાણ કરતા ફાયરની ટીમ તાકિદે ઘટના સ્થળે પહોચીને આગ કાબુમાં લીધી હતી.નદીમાં આગ લાગવાની ઘટનાના દ્રશ્યો વાયરલ થતા લોકો જોવા ઉમટ્યા હતા. ઘી નદી ખાલી થઈ છે.

ત્યારે હવે ગાંડી વેલ કાઢીને નદીની સાફ સફાઈ કરવામાં આવે તેવી પણ માંગ લોકોમાં ઉઠી છે જેથી ગંદુ પાણી તથા ગાંડી વેલની ગંદકી સાફ થાય અને આગામી ચોમાસામાં પાણી ચોખ્ખું આવે તેની માંગ પણ ઉઠી છે.