ગ્રામસભામાં અનેકો વખત રજૂઆતો કરવા છતાં સમસ્યા ધ્યાને ન લેવાઈ. ત્રાસીને ગ્રામજનોએ વિડિયો વાયરલ કરી પોતાની વેદના ઠાલવી.
છોટા ઉદેપુર તાલુકામાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા મંડલવા ગામમાં બસ સ્ટેન્ડ થી સિમોડા ફળિયા સુધીનો ત્રણ કિલોમીટર નો પાકો રસ્તો આજદિન સુધી બન્યો નથી જે ગૌરવવંતા વિકાસ માટે શરમજનક છે. જ્યારે ગામલોકો પ્રાથમિક અને આવશ્યક સેવાઓ થી વંચિત રહ્યા છે. પરતું તંત્રના ધ્યાને આ વાત આવી નથી તે નવાઈ ભરી વાત છે.

ઉલ્લેખનીય છેકે આજરોજ મંડલવા ગામના સીમોડા ફળિયા ના કાર્યકર્તા રતનભાઈ ભવાનભાઈ રાઠવા એ બીમાર દર્દીનો ઝોલો બનાવી દર્દી ને સીમોડાં ફળિયા થી બસ સ્ટેન્ડ સુધી લઈ જવા પડે તે રીત નો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. ગ્રામજનો જણાવી રહ્યા છે કે મંડલવા ગામ માં ઘણો વિકાસ થયો છે પરતું અમને વિકાસ જોવા મળતો નથી. આજરોજ મંડલવા ગામની ૭૦ વર્ષની વૃદ્ધ મહિલાની અચાનક તબિયત બગડતાં હોસ્પિટલમાં લઇ જવાની જરૂર પડી હોય ગ્રામજનો દ્વારા ઝોલી બનાવી મહિલા દર્દી ને ગામના બસ સ્ટેન્ડ સુધી લઈ જવાની ફરજ પડી હતી.

મંડલવા ગામના રહીશ અને આગેવાન હરેશભાઈ પાંચલાભાઈ રાઠવા એ જણાવ્યું હતું કે અમારા મંડલવા ગામમાં સિમોડાં ફળિયા થી બસ સ્ટેન્ડ સુધી નો પાકો માર્ગ બનાવવામાં આવતો નથી આ અંગે યોજાયેલ ગ્રામ સભામાં બે વખત રજૂઆતો કરી હોવા છતાં અમારી માંગણી ઓ પૂરી કરવામાં આવતી નથી ચોમાસામાં ભારે કીચડ અને રસ્તો ખરાબ હોવાને કારણે મુસીબત નો સામનો કરવો પડે છે. ઈમરજન્સી આરોગ્યની સેવાઓ મળી શકતી નથી અને દર્દીઓ ને ઝોલામાં નાખી મુખ્યરસ્તા સુધી લઈ જવા પડે છે. અમારા ગામનો આ રસ્તો વહેલી તકે બને તેવી અમારી માંગ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

