Gujarat

વરસાદ બાદ પણ 250ની વસતીવાળા નાના એવા મુન્દ્રા તાલુકાના રાધા ગામને સમસ્યાઓનો ભરડો

મુન્દ્રાથી દસ કિમીના અંતરે આવતા લુણી જુથ ગ્રામપંચાયત હેઠળના રાધા ગામને જોડતો ડાયવઝન ભારે વરસાદ માં તુટી પડતાં ગામનો સંપર્ક શહેર જોડે કપાયો હતો.બાદમાં માર્ગ મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક ધોરણે મેટલ પાથરવામાં આવતાં અવર જ્વર તો શરૂ થઇ છે.

પણ અનેક પાયાની સમસ્યાના અભાવ થકી લોકોમાં વ્યાપક રોષ જોવા મળી આવ્યો હતો.ગ્રામજનોના જણાવ્યા મુજબ હાલ ની તારીખમાં ગામ મધ્યે નાનકડા એવા ટાંકામાં જળસંગ્રહ થાય છે,જયારે જરૂરિયાત મુજબ બોર અને મોટર ની સુવિધા ન હોવાથી પીવાના પાણી નો પૂરતો પુરવઠો સુદ્ધાં ઉપલબ્ધ નથી,જયારે વર્ષો થી જર્જરિત હાલતમાં રહેલા અંતરિયાળ માર્ગો વરસાદમાં વધુ બિસમાર બન્યા છે.

વિશેષમાં સરકારી સહાય ની વાતો તો થાય છે પરંતુ હજી સુધી સહાય તો શું નુકસાની નો સર્વે કરવાની તસ્દી સુદ્ધાં કોઈએ લીધી ન હોવા પર ભાર મુકી લોકોએ કાયમ સત્તાપક્ષ ની તરફેણમાં રહેતા ગામની ન તો કોઈ રાજકીય વ્યક્તિએ પુછા કરી ન લુણી ગ્રામપંચાયત દ્વારા સહકાર અપાયો હોવાનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતું.

ઉપરોક્ત મુદ્દે લુણી જુથ ગ્રામપંચાયતના સરપંચ પ્રેમજીભાઈ ડુંગરીયાએ ભારે વરસાદ વેળાએ સમસ્યાઓ ઊભી થઇ હોવા બાબત ને સમર્થન આપી પાપડી ની એક સાઈડ નું ધોવાણ થતાં તેનું હંગામી ધોરણે પુરાણ થયું હોવા બાબત પર ભાર મુકી નુક્સાનીના વળતર માટે પોતે ખુદ રજુઆત કરી હોવા પર પ્રકાશ પાડી થોડા દિવસમાં રૂટિન મુજબ સર્વે કામગીરી હાથ ધરાયા બાદ જરૂરિયાતમંદોને સહાય આપવાની દિશામાં પ્રયાસ કરવાનું જણાવ્યું હતું.