તા:-૭/૧૨/૨૪ના રોજ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ અંતર્ગત કૃષિ પરિસંવાદ,કૃષિ પ્રદર્શન તથા પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ મુલાકાત કાર્યક્રમમાં બાંધકામ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પંચાયત ગાંધીનગર,માનનીય મેહુલભાઈ દવે-કલેકટર શ્રી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી પટેલ સાહેબ,
પ્રાંત અધિકારી- ગાંધીનગર,
તાલુકા વિકાસ અધિકારી-
ગાંધીનગર,જિલ્લા ખેતીવાડી અધિકારી-ગાંધીનગર,
મદદનીશ ખેતીનિયામક-
ગાંધીનગર,આત્મા કચેરીના અધિકારીઓ,કર્મચારીઓ,
બાગાયત ખાતાના અધિકારીઓ તેમજ ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને જુદા જુદા ગામોથી આવેલા ખેડૂતોની ઉપસ્થિતિમાં નરેન્દ્ર એલ મંડીર-નિવૃત પશુપાલન ખાતાએ પ્રાકૃતિક પરિસંવાદ નિમિત્તે દેશી બીજ, દેશી ગાય અને પ્રાકૃતિક ખેતીના તમામ આયામોની બાબતો *વક્તવ્ય* માં આપી.
સાથોસાથ પ્રાતેનમા પ્રાકૃતિક કૃષિ ફાર્મ(મોડેલ ફાર્મ) શિંહોલી મોટી, તા.જી.ગાંધીનગરના *ખેત-ઉત્પાદનોનો સ્ટોલ* પણ ગોઠવવામાં આવ્યો.
આ તમામ ખેડૂતોની નરેન્દ્ર એલ મંડીર બી.એસસી.(એગ્રીકલ્ચર)
પ્રાતેનમા પ્રાકૃતિક ફાર્મ,
પ્રાકૃતિક કૃષિ ફાર્મ(મોડેલ ફાર્મ)
દશેલા નેળીયું,આલમપુર રોડ,
મુ. શિહોલી મોટી,
તા.જી.ગાંધીનગર
૯૪૨૮૪૦૫૭૬૭ ખાતે મુલાકાત ગોઠવવામાં આવી. *ફાર્મ ખાતે* તમામ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના વક્તવ્ય મુજબનું તાદૃશ્ય નિદર્શન ફાર્મ ખાતે ગીર ગાય, દેશીબીજના નમુના,ગૌમુત્ર,ગોબર,જીવામૃત,
ઘન જીવામૃતનો પ્લાન્ટ નજર સમક્ષ જોયો. પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનું વર્ણન સામે પ્રાયોગિક ધોરણે ખેતીને બેસીને જોઈ શકાય તેવું નિદર્શન ગોઠવવામાં આવ્યું. આ ફાર્મની વિશેષતા કે ખેડૂતો પ્રાકૃતિક ખેતીના આયામો અને તેનો ઉપયોગ બનાવટ નજર સમક્ષ વક્તવ્ય મુજબ ખેતી માં જોઈ શકે એટલે કે *લેક્ચર ટુ લેન્ડ* કાર્યક્રમ દ્વારા પ્રદર્શિત થાય છે.આવનારા દિવસોમાં
*ઝેર મુક્ત ખેતી-ગાય આધારિત ખેતી*
એ ઉદ્દેશ સાથે ખેડૂતો સહમત થયા.







