ગુજરાતમાં ચંદીપુરા વાયરસ વકર્યો છે, ત્યારે જામનગર જિલ્લામાં આ જીવલેણ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. ધ્રોલના જાયવા અને જામજોધપુરના શેઠવડાળામાં ત્રણ વર્ષના બાળકમાં રોગના લક્ષણો જોવા મળતા બંનેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે.
બંને બાળકો વેન્ટીલેટર પર છે. બંને બાળકોના શરીરમાંથી પાણીના નમૂના પૃથ્થકરણ માટે પૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. રાજયમાં બાળકોમાં ચંદીપુરા વાયરસ વકર્યો છે. આ સ્થિતિમાં જામનગર જિલ્લામાં એકસાથે બે આ રોગના બે શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે.

જેમાં ધ્રોલના જાયવા અને જામજોધપુરના શેઠવડાળાનો સમાવેશ થાય છે. બંને ગામમાં ત્રણ-ત્રણ વર્ષના બાળકમાં આ રોગના લક્ષણો જોવા મળતા બંનેને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ આ બંને બાળકો વેન્ટીલેટર પર છે. બીજી બાજુ બંને ગામમાં આરોગ્ય વિભાગની રેપીડ રિસ્પોન્સ ટીમને મોકલાઈ છે.

