Gujarat

વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન.

વિસાવદર આર્ય સમાજ ખાતે વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ સાથે નેત્ર નિદાન કેમ્પ સંપન્ન.

વિસાવદરના આર્ય સમાજ ખાતે આજ તા.૨૬-૭-૨૦૨૪ ના રોજ પૂ. રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિના મૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
સૌ પ્રથમ સવારના સુપ્રભાતે મંચસ્થ મહાનુભવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. બાદ આર્ય સમાજ સંસ્થાના પ્રમુખ સુધીરભાઈ ચૌહાણ એ સંસ્થા દ્વારા થતા સેવાના કાર્યોની આછી રૂપરેખા તેમજ મોતિયાના સફળ ઓપરેશન બાદ દર્દીઓએ રાખવાની કાળજી બાબતે જીણવટ ભરી ટીપ્સ આપેલી.
ત્યારબાદ સંસ્થાના દરેક સેવા કાર્યમાં અગ્રેસર સેવા આપનાર સેવાના ભેખધારી જીતુપરી (ભોલેનાથ) એ સૌને શબ્દોથી આવકારી, સમગ્ર કેમ્પ દરમિયાન દર્દીઓને જરૂરી સૂચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું. બાદ આજના મુખ્ય અતિથિ ગાંડુભાઈ અમીપરા તથા પરિવારને સંસ્થાના કાર્યકરોએ શાલ ઓઢાડી સન્માનિત કરેલ.
આ કેમ્પમાં ઉપસ્થિત આમંત્રિતો છગનભાઈ માળવીયા એ પર્યાવરણ તેમજ વિસાવદર વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી એ કેમ્પના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આર્ય સમાજ સંસ્થા દ્વારા સમયાંતરે અનેકવિધ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે. જેમ કે આર્ય સમાજ લગ્ન વિધિ, યજ્ઞ, હોમ હવન, વૃક્ષારોપણ, આયુર્વેદિક સર્વે રોગ નિદાન કેમ્પ જેવી સેવાકીય બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ. આગામી તા. ૮-૮-૨૦૨૪ ના રોજ આયુર્વેદિક નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં રોગ પારખું નિષ્ણાંત વૈદો દ્વારા તપાસ સાથે યોગ્ય ઉપચાર કરવામાં આવશે.
આજના નેત્ર નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબ ડૉ.અલ્પેશ ખેરડીયા એ કુલ ૨૫૦ જેટલા ઓ.પી.ડી. સાથે જરૂરિયાત મોતિયાના કુલ ૫૫ દર્દીઓને રાજકોટ રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલની સ્પેશિયલ બસમાં રવાના કરવામાં આવેલ.
સંસ્થાના મંત્રી ચંદ્રકાંતભાઈ ચૌહાણ એ સમગ્ર કેમ્પ દરમિયાન સુવ્યવસ્થિત આયોજન માટે સતત મોનિટરિંગ કરેલ. કેમ્પને સફળ બનાવવા સેવાના ભેખધારીઓ પી.ટી. વૈષ્ણવ, ડૉ.જગદીશ નિમાવત, મણીભાઈ રીબડીયા, કિશોરભાઈ રીબડીયા, મહેશભાઈ દુધાત્રા, સમજુભાઈ વેકરીયા, રમણીકભાઈ માંગરોળીયાએ સારી એવી જાહેમત ઉઠાવેલ. વિસાવદર સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહેલ.

સી. વી. જોશી વિસાવદર

IMG-20240726-WA0030-4.jpg IMG-20240726-WA0031-2.jpg IMG-20240726-WA0032-3.jpg IMG-20240726-WA0033-1.jpg IMG-20240726-WA0033-0.jpg