માનનિય ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત જેતપુર માર્કેટીંગ યાર્ડ સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલ ખેડુતભાઇઓ માટે સુવીધાયુકત નવી સીઝનમાં જેતપુર વિસ્તારમાં તેમજ આજુબાજુના તાલુકાના વિસ્તારમાં ચણાનું વાવેતર ખુબજ મોટા વિસ્તારમાં થયેલ હોય જેથી ખુબ સારી કવોલીટીમાં ચણાનું ઉત્પાદન ચાલુ થયેલ છે. આજ રોજ જેતપુર માર્કેટ યાર્ડ ખાતે નવા ચણાની આવકના શ્રીગણેશ થયેલ. ચેરમેનશ્રી જયંતીભાઇ હીરપરા, વા.ચેરમેનશ્રી હરેશભાઇ ગઢીયા, તથા યાર્ડના ડિરેકટરશ્રીઓ તેમજ યાર્ડના સેક્રેટરીશ્રી વી.વી. રૂપારેલીયા તેમજ યાર્ડના અગ્રણી વેપારીઓ તથા તમામ ખેડુતભાઇઓની હાજરીમાં શ્રીફળ વધેરી નવા ચણાની હરાજી કરેલ. ખેડૂતશ્રી નરસીભાઇ શામજીભાઇ શીંગાળા મોજે ચારણીયા તા.જેતપુરના માર્કેટ યાર્ડની સતનામ ટ્રેડીંગ કુ. માં આવેલ નવા ચણા આજરોજ ભાવ પ્રતી ૨૦ કિ.લો. ના રૂા.૪૫૫૧/- ના ઊંચામાં વિકમી ભાવે ચંદન સેલ્સ એજન્સીએ ખરીદ કરેલ. નવા ચણાની હરરાજીમાં જેતપુર યાર્ડના વેપારીઓએ ખુબજ ઉત્સાહીત ભાગ લઇ ચણા ઉચ્ચતમ ભાવોએ ખરીદી કરેલ જેનાથી ખેડુતભાઇઓએ ખુશી વ્યકત કરેલ.
જેતપુર માર્કેટ યાર્ડમાં નવા ચણાની આવકો શરૂ થતા પ્રથમ દિવસે ર ક્વિન્ટલની આવકો થતા તેની વધામણીમાં માનનિય ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયા તથા માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી જયંતીભાઇ હીરપરા, વેપારી એસોસીએશને તથા દલાલ મંડળે તેમજ માર્કેટ યાર્ડના સેક્રેટરીશ્રીએ ખેડૂતોભાઇઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં ચેરમેનશ્રી તથા વા.ચેરમેનશ્રીએ ચણાની ખેતી કરતા ખેડુતોભાઇઓને ચણાનું ઉત્પાદન થતા જેતપુર માર્કેટ યાર્ડમાં વેચાણ માટે ચણા લઈ આવવા વિનંતી કરેલ.