પાદરા વડુ પંથકમાં રવિવારે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. હાલમાં પણ ધોધમાર વરસાદ થતાં અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. પાદરામાં વરસાદની શરૂઆતથી ખેડૂતો ચિંતામાં મુકાઇ ગયા છે.
જ્યારે નવરાત્રીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે સતત વરસી રહેલા વરસાદથી ખેલૈયામાં પણ ભારે નિરાશા જોવા મળી છે. રવિવારના દિવસે વહેલી સવારથી પાદરાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
પાદરાના ફૂલબાગ જગાતનાકા, નવા એસટી ડેપો, પાણીની ટાંકી, ચોકસી ચેમ્બર, જાસપુર રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ગ્રામ્ય વિસ્તારો પણ પાણી પાણી થયા છે.

