Gujarat

બોડેલી તાલુકામાં કેળની ખેતી કરતા ખેડૂતોને ફરી એક વાર કુદરતી કોપનો ભોગ બનવાનો વારો આવ્યો

 કડી મહેનત બાદ ઉપજ મેળવવાનો સમય આવ્યો ત્યારે તેમની આશા પર હવે પાણી ફરી વળ્યુ છે… કેળની ખેતી કરતા ખેડૂતોએ ૧૧ માસ સુધી સતત મહેનત કરી  લીલા છમ કેળના છોડ પર ફળ આવી ગયા પણ એક એવુ વાવાઝોડું આવ્યું અને તમામ છોડ જમીન દોસ્ત થઈ ગયા મોંઘાદાટ બિયારણ નાખ્યા કડી મહેનત કરી દેવું કરી ખર્ચ કરી અને જ્યારે ઉપજ મેળવવાનો વારો આવ્યો ત્યારે વરસાદ અને વાવાઝોડા કેળના ખેતરોને તહશ નહશ કરી નાખ્યા
ઉપરા છાપરી ખેતીમાં નુકશાન વેઠતા ખેડૂતોએ ફરી ખેતી કરવા માટે દેવું કર્યું. ત્યારે વાવાઝોડાએ વિનાસ વેરતા ખેડૂતોને ફરી દેવામાં ડૂબવાનો વારો આવ્યો છે. ત્યાંરે નુકશાનીને લઈ કંગાળ થવાના આરે આવેલા ખેડૂતો નેતાઓ ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે. જ્યારે પણ ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યારે ત્યારે તેમની પડખે રહેવાનાં વચન આપતા નેતાઓ  ફક્ત તેમના વોટ લઈ ગયા  અને તેમને સરકારમાં બેસાડ્યા  પણ એજ નેતાઓને જાણે તેમની ચિંતા નથી. આટલું નુકશાન થયા બાદ પણ નેતાઓ તેમની દશા જાણવા માટે ફરક્યા નથી.
વિનાશક વાવાઝોડાને લઈ નુક્શાની જાણ થતા બાગાયત અધિકારી સર્વેની કામગીરી શરૂ કરી છે. અને ખેડૂતોને આશ્વાસન પણ આપી રહ્યા છે કે તેમને સરકાર તરફ થી વળતર આપવામાં આવશે
જોકે સર્વે બાદ હવે ખેડૂતોને નુકશાનીનું કેટલું વળતર મળે છે. તે તરફ ખેડૂતોની નજર છે. જે ખેડૂતો ના અસંખ્ય છોડ પડી ગયા હોઈ ત્યારે ખેડૂતોને પણ ફરી એક વાર ઊભા કરવાની ચિંતા સરકાર કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.