ન્યૂઝીલેન્ડે T20 વર્લ્ડ કપમાં પોતાની સફર જીત સાથે પૂરી કરી છે. કિવી ટીમે સોમવારે રમાયેલી તેની છેલ્લી લીગ મેચમાં પાપુઆ ન્યુ ગિનીને 7 વિકેટે હરાવ્યું હતું.
ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાપુઆ ન્યુ ગિની 19.4 ઓવરમાં 78 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડે 79 રનનો ટાર્ગેટ 12.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
લોકી ફર્ગ્યુસન વિજયનો હીરો હતો. તેણે તેના ક્વોટાની તમામ ચાર ઓવર ફેંકી અને ચારેય ઓવર મેડન નાખી હતી અને 3 વિકેટ પણ લીધી. T20 વર્લ્ડ કપમાં આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બોલર બન્યો. ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવેએ એક હાથે સિક્સર ફટકારી હતી.

