બાળકોમાં અનેકવિધ શકિત પડેલી હોય છે.માત્ર જરૂર છે તેને બહાર લાવવાની.
તા.૧૧ ફેબ્રુઆરીના રોજ પે સેન્ટર શાળા નં ૧ સાવરકુંડલા ખાતે ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનનું ઇવેન્ટ ડાયરેકટર શિલ્પાબેન દેસાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું. નેશનલ લેવલમાં ૩૦૦૦ બાળકોએ ભાગ લીધો હતો.જેમાંથી ૫૦૦ બાળકોએ ટ્રોફી,ગોલ્ડમેડલ, સિલ્વર મેડલ,બ્રોન્ઝ મેડલ તેમજ વિવિધ ઇનામો મેળવ્યા હતા.આ કોમ્પિટિશન ઈન્ટરનેશનલ લેવલે
રશિયા,જાપાન,ભૂતાન, દુબઇ, ઓમાનીયા,કંબોડીયા વગેરે જેવા દેશોમાં લેવાઈ.આ કોમ્પિટિશનમાં નવ વિભાગ હતા.જેમ કે કલરિંગ,હેન્ડ રાઈટિંગ, ટેટુ,કાર્ડ મેકિંગ,ફોટોગ્રાફી, કાર્ટૂન મેકિંગ, ફિંગર એન્ડ થમ્બ વગેરે વિભાગમાં બાળકોએ પોતાની ઊર્મિઓને ઉજાગર કરી હતી.અમરેલી જિલ્લાના ૧૬૦ બાળકોએ પોતાની કલા પ્રતિભાનો સુંદર પરિચય આપ્યો હતો .આ કોમ્પિટિશનની શરૂઆત વેલકમ ઇવેન્ટથી થઈ હતી.શિલ્પાબેન દેસાઈ તેમજ ઇલાબેન પંડ્યાએ તમામ સ્પર્ધકોનું કુમકુમ તિલકથી સ્વાગત તેમજ ચોકલેટ આપવામાં આવી.તેમજ ફ્રુટી, ચોકોપાઈ, વેફર અને સમોસાનો અલ્પાહાર કરાવેલ.વિશ્વસ્તરની આ કોમ્પિટિશન ગ્રામ્ય લેવલ સુધી પહોંચાડી તે બદલ ઉપસ્થિત વાલીઓએ ખુબજ રાજીપો વ્યક્ત કરી શિલ્પાબેન પર અભિનંદનનો ધોધ
વરસાવેલ.સાવરકુંડલા બી.આર.સી.કો ઓર્ડીનેટર દર્શનાબેન જોષીએ ઉપસ્થિત રહી બેનની કામગીરીને બિરદાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા વિજયભાઈ ત્રિવેદી, સી.આર.સી.કો ઓર્ડીનેટર મયુરભાઈ દેસાઈ,વિભાકરભાઈ,અમિતભાઇ, શિરીશભાઈ,ઇલાબેન પંડ્યા,ઇલાબેન ચોટલીયા,જિજ્ઞાબેન,ભાવિશાબેન,વર્ષાબેન, ડિમ્પલબેન,હર્ષાબેન વગેરેએ ખુબજ જહેમત ઉઠાવેલ. શિલ્પાબેન દેસાઈ ‘પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન’ નવતર પ્રયોગ થકી ગુજરાતભરના બાળકોના સર્વાંગી વિકાસ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.