આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે રાજ્યોના કેટલાક બંદરોના માછીમાર સુધીની ફીશીંગ બોટો દ્વારા માંગરોળ બંદરના દરિયામાં ગેરકાયદેસર રીતે લાઈન ફ્રીશીંગ, લાઈટ ફીશીંગની પ્રવૃતિ શરૂ કરવામાં આવેલ છે. તે સામુહિક અને નાના માછીમારોના હિત વિરૂધ્ધ છે. હાલમાં સમગ્ર ગુજરાત અને દેશના દરિયાઈ સીમાના રાજ્યોના દરિયામાં આવા પ્રકારની રાક્ષસી પદ્ધતિ થી થતી ફીશીગનું પ્રમાણ ખૂબજ વધી ગયુ છે. આ પ્રકારની ગેરકાયદેસર રીતે થતી લાઈટ અને લાઈન ફીશીંગના કારણે માચ્છીમારી વ્યવસાય ઉપર નભતા રાજ્યોના લાખો પરિવારો ધંધા રોજગાર વિહીન અને પાયમાલ થવા જઈ રહયા છે. આ પ્રકારની રાક્ષસી પધ્ધતિથી ફીશીંગ કરતી બોટો મોટા પ્રમાામાં અન્ય રાજ્યોની હોય છે, જે પોતાના રાજ્યના દરિયામાં માછલીઓનું મોટા પ્રમાણમાં નિકંદન કાઢી ગેરકાયદેસર ફીશીંગ કરી પોતાના વિસ્તારનો દરિયો લગભગ ખાલી જેવો કરી દીધેલ છે, અને હવે ગુજરાત અને ગુજરાતને લાગુ પડતા દેશના દરિયામાં માછલીઓનું ભરપુર પ્રમાણમાં નિકંદન કાઢી રહયા છે. આ દરિયામાં જ્યાં વર્ષોથી ગુજરાતના માછીમારો પેઢી દર પેઢીથી પરંપરાગત રીતે માચ્છીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતા આવ્યા છે. આ બાબતે અગાઉ પણ અમારા દ્વારા આ પ્રકારની પધ્ધતિથી કરવામાં આવતી ફીશીંગની પ્રવૃત્તિને બંધ કરાવવા અને તેના ઉપર સખત કાર્યવાહી કરવા અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારશ્રીમાં તેમજ ફીશરીઝ ડિપાર્ટમેન્ટ, કોસ્ટગાર્ડ, મરીન પોલીસ જેવી સંબંધિત સરકારી એજન્સીઓને વિગતવાર લેખિત તેમજ રૂબરૂ રજૂઆતો કરવામાં આવેલ હતી. તેમ છતાં આવી પ્રવૃતિ બંધ થવાને બદલે વ્યાપક પ્રમાણમાં દિનપ્રતિદિન વધતી રહી છે. LED લાઈટ અને લાઈન ફીશીંગ નામે ઓળખાતી રાક્ષસી ફીશીંગ પધ્ધતિમાં અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ વિશાળ ફીશીંગ ટ્રોલરો દ્વારા દરિયાના તળીયામાંથી નાનામાં નાની માછલીઓ મોટા જથ્થામાં પકડી લેવાતા દરિયાના પેટાળની વનસ્પતિ જીવસૃષ્ટિ સદંતર નાશ થવા પામી છે અને જેની સીધી અસર દરિયાઈ મત્સ્ય ઉત્પતિ ઉપર થાય છે. તદઉપરાંત એલઈડી લાઈટ, લાઈનફીશીંગ જેવી રાક્ષસી વૃતિથી ફીશીંગ કરી રહ્યા છે. જેના ઉપર પ્રતિબંધ છે તેને તાત્કાલીક ધોરણે બંધ કરાવી અત્યંત જરૂરી છે. વધુમાં જણાવવાનું કે, વિદેશોમાં આ પ્રકારની પદ્ધતિથી કરવામાં આવેલ ફીશીંગનાં અત્યંત માઠા પરિણામો હવે સામે આવી રહયા છે.અને ગુજરાત રાજ્યમાં પણ આ પ્રકારની ફાઈબર હોડીઓ તેમજ ફીશીંગ બોટોને પુરતા પ્રમાણમાં માછલીનો કેચ નહી મળવાના દિવસો આવ્યા છે
વળી, માચ્છીમારો પોતાના પરંપરાગત માછીમારીનાં વ્યવસાય સિવાય અન્ય કોઈ હુન્નર જાન્નતા ન હોવાથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકવા સમર્થ નથી. જેથી રાજ્યના માછીમારો તેમજ મત્સ્યોદ્યોગને ટકાવી રાખવા માટે સરકારશ્રી દ્વારા તાત્કાલીક અસરથી લાઈન ફીશીંગ અને લાઈટ ફીશીંગ કરતી બોટોને પકડીને તેના ઉપર સખ્ત કાર્યવાહી કરવા વિનંતી છે. વિશેષમાં જણાવવાનું કે, આવી રાક્ષસી પધ્ધતિથી ફીશીંગ કરતા લોકો દ્વારા ગુજરાતના દરિયામાં આવીને ગુજરાતના માછીમારો કે જેઓ આવા લોકોને આ પ્રકારે માછીમારી કરતા અટકાવવાના પ્રયત્નો કરતા, આવી બોટોનાં માણસો દ્વારા ગુજરાતાના માચ્છીમારોને જાનથી મારી નાખવાની તેમજ બોટો સળગાવી દેવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી રહી છે.અને હાલમાં જ માંગરોળ બંદરના સામેના દરિયામાં તેમજ વેરાવળ સામેના દરિયાઈ વિસ્તારમાં આવો બનાવ બનેલ છે. જે અત્યંત ગંભીર બાબત ગણાય. આ વિકટ પ્રશ્ન માછીમારો તેમજ તેમના પરિવારજનો તેમજ મત્સ્યોદ્યોગનું અસ્તિત્વ ટકાવી રાખવાનો હોય રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારશ્રી દ્વારા આ બાબતે ગંભીરતાથી લઈ, તાત્કાલીક યોગ્ય પગલા લેવામાં નહી આવે તો માછીમારો દ્વારા નાછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેવી ચીમકી આપવામાં આવી છે,,