ભાવનગરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અચાનક જ ઠંડા પવન ફૂંકવાના શરૂ થયા હતા અને વાદળોના ગડગડાટ થયા બાદ વીજળીના ચમકારા આકાશમાં નજરે પડ્યા હતા, મોડીરાત્રે વીજળીના કડાકા અને ભડાકા સાથે પાંચ તાલુકાઓમાં અને છેવડાના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો,
જેમાં મોડી રાત્રે બે કલાકમાં જ સિહોર અને ઘોઘા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે ભાવનગર અને ઉમરાળા એક- એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે પાંચ તાલુકાઓ વરસાદથી વંચિત રહ્યા હતા,
વાતાવરણમાં અચાનક પલટો આવતા આસો માસમાં અષાઢી માહોલ સર્જાયો હતો, છેલ્લા ઘણા સમયથી આસો માસમાં પણ ભાદરવા જેવા તડકાના કારણે લોકો બફારાને લીધે પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા ત્યારે રાત્રે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને મહદઅંશે રાહતની લાગણી અનુભવી હતી.