ગણેશોત્વને લઈને જવાહર નગર પોલીસ મથકમાં શાંતિ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસ્તારના 80થી વધુ લોકો હાજર રહ્યા હતા.
પોલીસે તમામને તહેવાર દરમિયાન વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરી હતી. તહેવારમાં શાંતિ જળવાઈ રહે અને તહેવાર દરમિયાન કોઈ પણ અનિઈચ્છનીય ઘટના ન બને તે માટે શહેર પોલીસે અત્યારથી જ અક્શન પ્લાન બનાવી દિધો છે.
ત્યારે બુધવારે જવાહર નગર પોલીસ મથકમાં શાંતિ સમિતીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમા સ્થાનિક સહિત ગણેશ મંડળોના 90થી 80 પ્રતિનીધી જોડાયા હતા. પોલીસે તમામને સુચન અને માહિતી આપી લોકોના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું.
તહેવારમાં વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે અને તમામ લોકો ઉલ્લાસપૂર્વક તહેવાર ઉજવે તે માટે આયોજન કરાયું હતું.

