Gujarat

માણાવદર મેંદરડા ના ધારાસભ્ય ચૂંટણી બાદ પ્રથમ વાર લોકોના પ્રશ્નોને વાચા આપવા લોક દરબાર યોજાયો

માણાવદર મેંદરડા ના ધારાસભ્ય ચૂંટણી બાદ પ્રથમ વાર લોકોના પ્રશ્નોને વાચા આપવા લોક દરબાર યોજાયો
તાજેતરમાં લોકસભાની ચૂંટણી સાથે માણાવદર વંથલી મેંદરડા વિધાનસભાની પેટા ચૂંટણી માં કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભારતીય જનતા પાર્ટીમાં ભળેલા વિધાનસભા મત વિસ્તારના માણાવદર વંથલી મેંદરડા ના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી ઈતીહાસીક જીત મેળવી સૌ પ્રથમ વાર લોકો સાથે મુલાકાત માટે આજે માર્કેટિંગ યાર્ડ ખાતે સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી અને મેંદરડા આંબેડકર ચોક ખાતે આવેલ મધ્યસ્થ કાર્યાલય અને તાલુકા પંચાયત કચેરી ખાતે ૩ થી ૫ દરમિયાન લોકોના પ્રશ્નો સાંભળવા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, માર્કેટિંગ યાર્ડ ચેરમેન વિનુભાઈ રાજાણી, સમઢિયાળા સરપંચ ચિરાગભાઈ રાજાણી,તાલુકા પ્રમુખ દીપકભાઈ મકવાણા,જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી, તાલુકાના ઉપ પ્રમુખ ભરતભાઇ ખુંમાણ,પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા, સંજયભાઈ છોડવડીયા,દીલીપભાઇ સોંદરવા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા,સીટીપટેલ,જમનભાઈ શિંગાળા,ભુરાભાઈ ભરવાડ, અસ્વિનભાઈ વધાસિયા, બગડાભાઈ સહિત આગેવાનો કાર્યકરો તાલુકા ભાજપ પરિવાર અને અલગ અલગ ગામો માંથી થી આવેલા સરપંચો લાભાર્થીઓ ગ્રામજનો સહિતના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નો સાંભળી ધારાસભ્ય દ્વારા જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપેલ અને લોકોના પ્રશ્નોને ઓછા સમયમાં ઝડપથી કામ થાય એવું સૂચન કરવામાં આવેલ હતું
રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા

IMG-20240625-WA0051.jpg