આઈ.જી.શેખ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લા તેમજ જીલ્લા બહારના આરોપીની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ એસ.ઓ.જી.I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન.તડવી નાઓ તેઓના સ્ટાફના માણસો સાથે ક્વાંટ પો.સ્ટે વિસ્તારમાં પ્રેટ્રોલીગમા હતા.
તે દરમ્યાન એસ.ઓ.જી. I/C પોલીસ સબ ઇન્સપેક્ટર, વી.એન.તડવી નાઓને ખાનગી રાહે બાતમી હક્કિત મળેલ કે, બોડેલી પોલીસ સ્ટેશન ફસ્ટ પાર્ટ ગુ.ર.નં ૭૩/૨૦૧૧ ઈ.પી.કો કલમ ૩૦૨ તથા GPA ૧૩૫ મુજબના કામે પકડવાનો બાકી આરોપી તણસુભાઇ ફુલજીભાઇ રાઠવા ઉ.વ ૫૫ ધંધો-ખેતી રહે,મુંડલા તા.સોઢવા જી.અલીરાજપુર નાઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ક્વાંટ પોલીસ ખાતે સોપવામાં આવેલ છે.

