Gujarat

સા.કુંડલાના આંબરડી ગામમાં ઘૂસી આવ્યા ચાર સિંહો, ગામમાં આવેલ મેડિકલ સ્ટોર સામે ગાયનો શિકાર કર્યો

ઠંડી વધતા સિંહોની જાણે ભૂખ ખુલી હોય તેમ ગીર કાંઠાના વિસ્તારોમાં હિંસક પ્રાણીઓના આંટાફેરા વધી રહ્યા છે ત્યારે સા.કુંડલાના આંબરડી ગામે આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ ચાર સિંહો જંગલ તરફથી આવી ગામની બજારમાં આરામ ફરમાવી રહેલ ગાયોના ટોળામાં ત્રાટક્યા હતા અને ગાયોમાં નાસભાગ મચી ગઈ હતી.
એક ગાયને દબોચી લીધી હતી પરંતુ વાહન નીકળતા સિંહો ગાયને મેડિકલ સ્ટોર નજીક તરફડતી છોડી જંગલ તરફ જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા એમ સુભાષ સોલંકી આંબરડીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
બિપીન પાંધી સાવરકુંડલા