છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કલારાની ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી સંલગ્ન એકલવ્ય ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે ચોથો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના ફુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ,ભારતીય જનતા પાર્ટી ગુજરાત સંગઠનના મહામંત્રી રત્નાકરજી,ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા,મેનેજિંગ ટ્રસ્ટી અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા,પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા,નારણભાઈ રાઠવા, ધારાસભ્ય જ્યંતીભાઈ રાઠવા,જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ જોડાયા હતા.

આ કાર્યક્રમની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ વિધાર્થીઓનો ઉત્સાહ વધે તેના માટે ખાસ આયોજન કરાયું હતું.

રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર