Gujarat

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ ગામની ચોકડી ઉપર કપીરાજનું આતંક જોવા મળ્યો છે. જેમાં કપીરાજના કારણે વેપારીઓ અને જાહેર માર્ગ પર ચાલતા ગ્રામ લોકો હેરાન પરેશાન જોવા મળ્યા છે.

પાવીજેતપુર તાલુકાના કદવાલ ગામની મેન ચોકડી ઉપર બે દિવસથી કપીરાજના કારણે કદવાલ ચોકડી પરના વેપારીયો હેરાન પરેશાન જોવા મળ્યા છે. જેમાં કદવાલ ચોકડી પરના વેપારીઓ અને ગ્રામ લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરાતા ફોરેસ્ટ વિભાગ ટીમ તાત્કાલિક ધોરણે કપી રાજને પકડવા માટે કદવાલ ચોકડી ઉપર એક શાકભાજીના વેપારીના બાજુમાં કપીરાજને પકડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે પકડવા માટે પાંજરું મુકવામાં આવ્યું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર