સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામ ખાતે આવેલ સુપ્રસિધ્ધ આશાપુરા માતાજીના મંદિર દ્વારા દર વર્ષે આશાપુરા મંદિર ટ્રસ્ટ ગાધકડા તરફથી ગાધકડા, કલ્યાણપર અને ગણેશગઢ ત્રણ ગામની પાંચ પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને દર વર્ષની માફક આ વખતે પણ ચોપડા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા.
ગાધકડા ગામની ત્રણ શાળા જેમાં ગાધકડા પ્લોટ વિસ્તાર પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા ગાધકડા તેમજ કલ્યાણપર ગામની એક પ્રાથમિક શાળા, ગણેશગઢ ગામની એક પ્રાથમિક શાળા એમ કુલ પાંચ શાળામાં ધોરણ 1થી 10ના તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ આશાપુરા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામા આવ્યા હતા.
આ તકે વિધાર્થીઓ, શાળાના શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

