પાટણ
રાધનપુર
અનિલ રામાનુજ રાધનપુર
સમીના દાઉદપુર ગામ ખાતે “સિનિયર સિટીઝન ડે” નિમિતે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાના વરાણા દ્વારા વિના મૂલ્યે કેમ્પ યોજાયો…
*વિના મૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો, અમૃતમેય ઉકાળા ઋતુજન્ય રોગ નિવારણ અર્થે કેમ્પનું ભવ્ય આયોજન.. સિનિયર સિટીઝન લોકોએ લાભ મેળવ્યો..*
પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામ ખાતે આવેલ ગ્રામ પંચાયતમાં “સિનિયર સિટીઝન ડે” નિમિતે વૃદ્ધાવસ્થા જન્ય રોગોનું સરકારી આયુર્વેદ દવાખાનું વરાણા તાલુકો સમી દ્વારા વિના મૂલ્યે નિદાન સારવાર આયુર્વેદ કેમ્પ યોજાયો હતો. તથા અમૃતપ્રેય ઉકાળા વિતરણ ઋતુજન્ય રોગ નીવારણ અર્થે ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.કેમ્પ અંતર્ગત મોટી સંખ્યામાં ગામનાં સિનિયર સિટીઝન લોકોએ લાભ લીધો હતો.
દાઉદપુર ગામ ખાતે વૃદ્ધાવસ્થા જન્ય રોગ વિના મૂલ્યે આયુર્વેદ નિદાન સારવાર કેમ્પ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયુષ પદ્ધતિ દ્વારા વૃદ્ધાવસ્થા જન્ય રોગો સામે સંરક્ષણ અને સ્વસ્થ જીવન અંગે ફરજ પરના હાજર ડોક્ટર પંકજભાઈ બારોટ દ્વારા યોગ્ય યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આવેલ ગામનાં વૃધ્ધજનો ને ડાયાબિટીસ,બ્લ્ડ પ્રેશર, હાઇ કોલેસ્ટેરોલ,કબજિયાત, કંપવાત વાયુના રોગો,સાંધાના દુઃખાવા,ચામડીના રોગો,અનિંદ્રા યાદ શક્તિ ઘટવી, શરીરમાં નબળાઈ જેવા અનેક રોગો નું નિદાન કેમ્પ અંતર્ગત કરવામાં આવ્યું હતું.







