શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ સાવરકુંડલા દ્વારા મોતિયાના દર્દથી પીડાતા દર્દઓને ધ્યાનમાં રાખી તા- ૬-૯-૨૪ના રોજ શાસ્ત્રી સ્વામી જ્ઞાનપ્રસાદદાસજીની પાવન સ્મૃતિમાં ૩૩૧મા નેત્રકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં વિરનગર હોસ્પિટલના સુપર એ સ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા ૧૬૭ જેટલા મોતિયાના દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી કુલ ૨૧ જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન તેમજ સારવાર આપવામાં આવી હતી અને જે દર્દીઓને ચશ્મા અને દવાઓની જરૂર હતી એમને સંસ્થા દ્વારા વિનામૂલ્યે ચશ્મા તેમજ દવાઓ પૂરી પાડવામાં આવી હતી આ નેત્રકેમ્પના યજમાન પદે – અ.ની. ચંપાબેન હરીભાઈ મારુ – ( અમેરિકા ) રહ્યા હતા.
બિપીન પાંધી

