Gujarat

ITRA ખાતે ક્રિયા શરીર વિભાગ દ્વારા 6 થી 10 મેં દરમિયાન OPDનું વિનામૂલ્યે આયોજન

આઇ.ટી.આર.એ. ખાતે ક્રિયા શરીર વિભાગ દ્વારા અનિંદ્રાને લગત રોગો માટે વિનામૂલ્યે નિદાન સારવાર ઓ.પી.ડી.નું આયોજન કરવામાં આવ્યું છે. અનિંદ્રાની સમસ્યા સામાન્ય ભલે લાગતી હોય પરંતુ આજે વિશ્વમાં દર 3 વ્યક્તિએ 1 વ્યક્તિ જાણતા અજાણતા અનિંદ્રાથી પિડાતી હોય છે! આ રોગમાં સપ્તાહમાં ૩થી વધુ વાર ઊંઘવામાં તકલીફ પડવી, ઊંઘમાંથી વારંવાર જાગી જવું, જાગ્યા પછી ફરી ઊંઘવામાં તકલીફ પડવી, દિવસભર થાક લાગવો, દિવસે વધારે ઊંઘ આવવી, ચિડીયાપણું, ડિપ્રેસન, ધ્યાન કેન્દ્રિત કરવામાં કે યાદ રાખવામાં મુશ્કેલી વગેરે જેવી ગંભીર બાબતોના લક્ષણ હોય છે.

આપણા ભારત દેશમાં જ અનિંદ્રાની તકલિફથી આશરે 12.13 % લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આયુર્વેદ પધ્ધતિથી તેના નિદાન અને સારવાર માટે ઓ.પી.ડી.નું વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવાં સંસ્થના નિયામક પ્રો. વૈદ્ય અનૂપ ઠાકર દ્વારા યાદીમાં જણાવવામાં આવે છે.

આ ઓ.પી.ડી. ક્રિયાશરીર વિભાગ, ઓ.પી.ડી. રૂમ નં.16-સી,હનુમાન ગેઇટ પોલીસ ચોકી પાસે, ધન્વંતરી મેદાન પરિસર,આઇ.ટી.આર માં રાખવામાં આવેલ છે જે તારીખ. 6 થી 10 મે 2024 થી સમય: સવારે 9 થી 12 અને સાંજે 4 થી 5.15 સુધી રાખવામાં આવેલ છે.